ઉચ્છલ તાલુકામાં વરસાદી અવરોધ દૂર કરી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે સુચારુ કરાયો

0
ઉચ્છલ તાલુકામાં વરસાદી અવરોધ દૂર કરી માર્ગને ફરી વાહનવ્યવહાર માટે સુચારુ કરાયો
Contact News Publisher

જનસુવિધાને પ્રાધાન્ય આપી પંચાયત (માર્ગ અને મકાન) વિભાગે હાથ ધરી તાત્કાલિક સફાઈ કામગીરી

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 24:. તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉચ્છલ તાલુકાના મેઇન હાઈવેથી ભીતબુદ્રક ગામના ખેતર ફળિયા રોડ પર આવેલ કોઝવેમાં વરસાદી પાણી સાથે કચરો અને અન્ય અવરોધો જામી જતાં પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાઈ હતી.

 

પરિસ્થિતિને ધ્યાને લઈ પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઝવેમાંથી અવરોધો દૂર કરી વરસાદી પાણીનો વહેણ પૂર્વવત કરવામાં આવ્યો, જેના પરિણામે માર્ગ વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુચારુ બન્યો.

 

ભારે વરસાદની પરિસ્થિતિમાં જનસુવિધા જળવાઈ રહે તે માટે પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર સતત દેખરેખ રાખી જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *