સોનગઢ તાલુકાના બેડી નવચંડી ફળિયા રોડના કોઝવેની સફાઈ કરી પાણીનો વહેણ પૂર્વવત કરાયો

0
સોનગઢ તાલુકાના બેડી નવચંડી ફળિયા રોડના કોઝવેની સફાઈ કરી પાણીનો વહેણ પૂર્વવત કરાયો
Contact News Publisher

ભારે વરસાદ બાદ સર્જાયેલા અવરોધો દૂર કરી માર્ગને સુરક્ષિત બનાવાયો

—-

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :: તા. 24:. તાપી જિલ્લામાં ભારે વરસાદની અસરને પગલે સોનગઢ તાલુકાના બેડી નવચંડી ફળિયા રોડ પર આવેલા કોઝવેમાં વરસાદી પાણી સાથે કચરો અને અન્ય અવરોધો એકત્રિત થતાં પાણીના પ્રવાહમાં અડચણ ઊભી થઈ હતી.

 

આ સ્થિતિને ધ્યાનમાં લઈ પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી કોઝવેમાં જમા થયેલ કચરો અને અવરોધોને દૂર કરવામાં આવ્યા હતા. સફાઈ કામગીરી પૂર્ણ થતાં પાણીનો નિકાલ સરળ બન્યો હતો અને માર્ગ પરની અવરજવર વધુ સુચારુ તથા સુરક્ષિત બની છે.

 

વરસાદી પરિસ્થિતિમાં પ્રજાજનોની સુવિધા અને સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરી જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

00000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *