સોનગઢના ડોસવાડા-બંધારપાડા માર્ગ પર ધરાશાયી થયેલ વૃક્ષ દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 24. – તાપી જિલ્લામાં ભારે વરસાદ અને પવનના કારણે સોનગઢ તાલુકાના ડોસવાડા-બંધારપાડા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ પર વાહનવ્યવહાર અવરોધાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ, તાપી-વ્યારાની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રસ્તા પર પડેલી ઝાડની ડાળખીઓ અને વૃક્ષને દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓએ ટૂંક સમયમાં માર્ગ સંપૂર્ણપણે સાફ કરી વાહનવ્યવહાર પૂર્વવત અને સુરક્ષિત બનાવ્યો હતો. કામગીરી સમયે વાહનચાલકોની સુરક્ષા અર્થે રસ્તા પર ચેતવણીના બોર્ડ અને કોન પણ મૂકવામાં આવ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
