એકતાનગર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનું સન્માન 

0
એકતાનગર ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલનું સન્માન 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૩. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી સભા સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાઈ ગઈ. જ્યાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે કાર્યરત કિરીટભાઈ પટેલ કે જેઓ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તરીકેનાં હોદ્દા ઉપર કાર્યરૂઢ છે. તાજેતરમાં તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં આ જવાબદારીમાંથી મુક્ત થયેલ છે. તેઓની તાલુકાથી લઈ રાષ્ટ્ર સુધીની શિક્ષક હિતની કામગીરીને બિરદાવવા અત્રે રાજ્ય શિક્ષક સંઘ દ્વારા તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્ય સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિત અન્ય હોદ્દેદારોએ કિરીટભાઈની કાર્યપ્રણાલી, કુશળ નેતૃત્વ તથા સંકલનની ભાવનાની સરાહના કરી હતી. પ્રતિભાવમાં કિરીટભાઈએ તેમનાં માન સન્માનનો શ્રેય શિક્ષક ભાઈ-બહેનોને સમર્પિત કરી રાજ્ય સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *