તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે વહીવટી તંત્રનું સતત મોનિટરિંગ

કલેકટરશ્રી દેવ ચૌધરીએ બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે મુલાકાત લઈ બચાવ-રાહત ટીમોને ૨૪ કલાક સજ્જ રહેવા તાકીદ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩ : તાપી જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને આગામી સમયની હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને કલેક્ટરશ્રી દેવ ચૌધરી દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતેથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગઈકાલે બુધવારે મોડી રાત્રે કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ, આજે ગુરુવારે સવારે પણ કલેક્ટરશ્રીએ વિઝિટ કરી જિલ્લામાં નદી-નાળાની સપાટી, બંધ કરાયેલા રસ્તાઓ તેમજ રાહત-બચાવની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
વધુમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બન્દ કરાયેલા વાહનવ્યવહાર, વરસાદી પાણી નજીક જવા તથા બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળવા માટે અનુરોધ કર્યો છે.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
