ખારડુંગલા ચેલેન્જ 2026: પલસાણાની ગંગાધરા પ્રાથમિક શાળાનાં શિક્ષક ભૂપેશ ટંડેલે અનોખી સિદ્ધિ હાંસલ કરી

0
ખારડુંગલા ચેલેન્જ 2026: પલસાણાની ગંગાધરા પ્રાથમિક શાળાનાં શિક્ષક ભૂપેશ ટંડેલે અનોખી સિદ્ધિ હાંસલ કરી
Contact News Publisher

વિશ્વની સૌથી મુશ્કેલ ગણાતી મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી ટંડેલ માછી સમાજનું ગૌરવ વધાર્યુ

 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૪. ટંડેલ માછી સમાજનાં મૂળ ચોરઆમલાભાઠાનાં અને હાલ છાપરા નવસારીનાં રહેવાસી વ્યવસાયે સુરત જિલ્લા પંચાયત હસ્તકની ગંગાધરા પ્રાથમિક શાળાનાં શિક્ષક એવાં ભૂપેશકુમાર જેરામભાઈ ટંડેલે વિશ્વની સૌથી મુશ્કેલ ગણાતી એવી લડાખની ખારડુંગલા ચેલેન્જ 72 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરીને નવસારી અને ટંડેલ માછી સમાજ માટે ઈતિહાસ રચી દીધો છે. નવસારી અને માછી સમાજનાં સૌથી પહેલા દોડવીર છે જેમણે ખારડુંગલા જેવી કઠિન દોડ સફળતાપૂર્વક કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે ખારડુંગલા ચેલેન્જ અલ્ટ્રા મેરેથોન લેહથી 72 કિમી દૂર ખારડુંગલા ગામથી સવારે 3 વાગ્યે શરૂ થાય છે, પ્રથમ 32 કિલોમીટર સતત ચઢાણ આવે છે. પ્રથમ પડાવ નોર્થ પુલ આવે છે અને ત્યાંથી ખારડુંગલા ટોપ પર પહોંચતા પહોંચતા ઓક્સિજન ખૂબ જ ઓછો થતો જાય છે. આવી કપરી પરિસ્થિતિમાં 72 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન સમયમર્યાદામાં પૂર્ણ કરવી ખૂબ જ ગર્વ ની વાત છે. તેમની આ સિદ્ધિને શાળાનાં આચાર્ય ધર્મેશ પટેલ તથા સ્ટાફગણ, પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત નવસારી નગરજનોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *