સોશિયલ મીડિયામાં વાયરલ ‘મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના’ની પોસ્ટ ભ્રામક; ગુજરાત સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર

0
સોશિયલ મીડિયામાં વાયરલ 'મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના'ની પોસ્ટ ભ્રામક; ગુજરાત સરકારે કર્યો સ્પષ્ટ ઇનકાર
Contact News Publisher

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના’ નામની એક યોજના અંગેની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકોને વિવિધ પ્રકારની આર્થિક સહાય આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ગુજરાત સરકારે આ દાવાને સંપૂર્ણપણે ભ્રામક અને અસત્ય ગણાવ્યો છે.

સરકારના સત્તાવાર ફેક્ટ ચેક મુજબ, ગુજરાત સરકાર દ્વારા “મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના” નામની કોઈપણ યોજના હાલમાં અમલમાં નથી. તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી માહિતી પર વિશ્વાસ ન કરવા અને તેને અન્ય લોકો સુધી ફોરવર્ડ ન કરવાની અપીલ કરવામાં આવી છે.

સરકારે જણાવ્યું છે કે ખોટી માહિતીના આધારે લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને ઠગાઈનો ભોગ પણ બની શકે છે. કોઈપણ સરકારી યોજના અંગે માહિતી મેળવવા માટે માત્ર સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ.

નોંધનીય છે કે ગુજરાત સરકાર પાસે અગાઉથી “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” જેવી અધિકૃત યોજના અમલમાં છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી “મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના” નામની યોજના સત્તાવાર નથી. તેથી બંને નામોને લઈને લોકોમાં ગેરસમજ ન ફેલાય તે જરૂરી છે. (Social Justice and Empowerment Gujarat)

ગુજરાત સરકારે જનતાને અપીલ કરી છે કે કોઈપણ યોજના સંબંધિત માહિતીની સત્યતા ચકાસ્યા વગર તેનન કરે. સત્તાવાર માહિતી માટે સમાજ ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે.

વધુ માહિતી માટે:
સમાજ ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 https://play.google.com/store/apps/details?id=in.aaaos.gujaratraksha

*ગુજરાત રક્ષા* હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other