ઘરફોડ ચોરીનો મુદ્દામાલ લેનાર વોન્ટેડ આરોપીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ

0
ઘરફોડ ચોરીનો મુદ્દામાલ લેનાર વોન્ટેડ આરોપીને પકડી પાડતી કુકરમુંડા પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. ગઇ તા.૧૩/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રી દરમ્યાન રવિન્દ્રભાઇ પ્રહલાદભાઇ કુંભાર ઉ.વ.૪૫ રહેવાસી-કુકરમુંડા, શ્રીરામ ચૌક તા.કુકરમુંડા જી.તાપી ના ઘરની દિવાલમાં કોઇ સાધન વડે બાકોરૂ પાડી, ઘરની અંદર પ્રવેશ કરી, રૂમની અંદર મુકેલ કબાટનાં મુખ્ય લોકરમાં એક પુંઠાના બોક્ષમાં મુકેલ ૦૨.૨૧૦ ગ્રામની સોનાનું પેંડલ કિ.રૂ.૧૧,૬૦૦/- તથા રોકડા રૂ.૪,૦૦,૦૦૦/- તથા કંટોલ માથી લાવેલ ઘંઉં, ચણા, મિઠું, ચોખા કિ.રૂ.૩૦/- તથા ૭૫.૫૦૦ ગ્રામ ચાંદીની પાયલ -૦૨ નંગ કિ.રૂ.૪૬૮૦/- તથા ૦૫.૬૯૦ ગ્રામ જેન્ટ્સ સોનાની વિંટી કિ.રૂ.૧૮,૨૦૮/- તથા ૦૧ ગ્રામ સોનાની બાલી કિ.રૂ. ૭૬૯૪/- તથા એક ટીપમાં મુકેલ આશરે ૫૦ કિલો તુવેર કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૦૪,૪૭,૨૧૨/- ની ચોરી થયેલ હોવાથી કુકરમુંડા પોલીસ સ્ટેશનમા ગુનો તા.૩૧/૦૭/૨૦૨૫ ના રોજ  દાખલ કરવામાં આવેલ હતો.

આ ગુનાના કામે જે તે વખતે કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૫ બાળકોને ડીટેઇન કરવામાં આવેલ હતા. ઉપરોકત ચોરી થયેલ મુદ્દામાલ માંથી અમુક ચોરીનો મુદ્દામાલ નટવરભાઈ મોહનભાઇ નિકુંમ રહેવાસી-કુસમાળા તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નો લઇ ગયેલ હોવાનુ જણાવતા એને જે તે વખતે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો. બાદ ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલુ હતી પરંતુ મળી આવતો ન હતો. જે આજરોજ કુકરમુંડા ખાતે આવતા કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરી પકડી પાડવામાં આવેલ છે અને આરોપીના દિન – ૦૩ પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવરી કરવા તજવીજ ચાલુ રાખેલ છે.

પકડાયેલ આરોપી :-

નટવરભાઇ મોહનભાઇ નિકુંમ ઉ.વ.૨૬ રહેવાસી-કુસમાળા તા.શાહદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા.૩૦/૦૬/૨૦૨૬ ના રોજ  અટક કરવામાં આવેલ છે

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

(૧) શ્રી આઈ.ડી. દેસાઈ. પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર), (૨) એ.એસ.આઇ.રવિભાઇ રમેશભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૩) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૪) આ.પો.કો. કમલેશભાઈ કિશનભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૫) અ.પો.કો.મેહુલભાઈ માવજીભાઇ નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *