તાપી જિલ્લામાં વરસાદના પાણી ઉતરતા બંધ કરાયેલા 78 માર્ગો ઉપર વાહન વ્યવહાર પુન: શરૂ

0
તાપી જિલ્લામાં વરસાદના પાણી ઉતરતા બંધ કરાયેલા 78 માર્ગો ઉપર વાહન વ્યવહાર પુન: શરૂ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. તાપી જિલ્લામાં ગતરોજ પડેલા વરસાદને કારણે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી કેટલાક કોઝવે અને નિચાણવાળા માર્ગો પાણીમાં ગરકાવ થતા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના 78 જેટલા માર્ગોને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા. વરસાદના પાણી ઉતરતા જ તંત્ર દ્વારા કોઝવેની સફાઈ તેમજ રસ્તાઓ ફરીથી ધમધમે તે માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરી હતી.

તાપી જિલ્લામાં વરસાદના પાણી ઉતરતા બંધ કરાયેલા 78 માર્ગો ઉપર વાહન વ્યવહાર પુન: શરૂ

તાપી જિલ્લાના પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને રસ્તાઓ તેમજ કોઝવેની સફાઈ કરીને ગ્રામ્ય વિસ્તારના 78 જેટલા માર્ગો ઉપર વાહન વ્યવહાર પુનઃ ધમધમતો કર્યો છે. આજની પરિસ્થિતિ જોતા બંધ કરાયેલા તમામ માર્ગો ઉપર અવર-જવર શરૂ થઈ ગઈ છે.

વહીવટી તંત્ર દ્વારા વરસાદી માહોલ દરમિયાન લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા ઉપરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવ ટીમો સજ્જ રાખવામાં આવી છે. તેમજ નાગરિકોએ હવામાનની વિભાગની આગાહી પર નજર રાખવા તેમજ આપત્તિ જનક પરિસ્થિતિમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *