નાસતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી શહેર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહને મળેલ સંયુકત ટેકનિકલ સેલ બાતમી આધારે મૌજે રવાપર રોડ મોરબી શહેર ખાતે ઉચ્છલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- જયેશભાઈ નિતિનભાઈ મણીયાર રહે પ્લોટ નં-૦૪ રવાપર રોડ મોરબી શહેર નાને તા.૦૩/૦૭/૨૦૨૬ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ તથા અ.હે.કો. હરપાલસિંહ અભેસિંહ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો વિપુલભાઈ બટુકભાઈ એલ.સી.બી. તાપીએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
