કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નુરાબાદ પંચાયતના વિકાસ કામોની સમીક્ષા અને જામકી પર્યટન સ્થળની મુલાકાત લીધી

0
કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નુરાબાદ પંચાયતના વિકાસ કામોની સમીક્ષા અને જામકી પર્યટન સ્થળની મુલાકાત લીધી
Contact News Publisher

ઉચ્છલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરતા તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 3. – સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા આશય સાથે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નુરાબાદ પ્રાથમિક શાળા ખાતે જ ગ્રામ પંચાયતના તમામ વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે પંચાયતના વહીવટી રજીસ્ટરો, નાણાકીય ખર્ચના હિસાબો અને ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોની તપાસ કરીને ગામના વિકાસને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.

 

આ ઉપરાંત, તાપી જિલ્લાના ઉભરતા પ્રવાસન સ્થળ ‘જામકી’ ની પણ તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં પ્રવાસીઓ માટેની સુવિધાઓ અને પર્યટન વિકાસની શક્યતાઓ અંગે સ્થળ-તપાસ કરી જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

પોતાના આ પ્રવાસના અંતિમ ચરણમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો જેમ કે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, લોકઅપ, અને કાયદો-વ્યવસ્થા સંબંધિત મહત્વના રજીસ્ટરો તથા ક્રાઇમ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરી હતી. સ્થાનિક સ્તરે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તથા અરજદારોની રજૂઆતોનો ત્વરિત નિકાલ થાય તે માટે તેમણે પોલીસ અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા.

 

કલેક્ટરશ્રીની મુલાકાત વેળાએ પ્રોબેશનરી નાયબ કલેક્ટર અને ઉચ્છલ મામલતદારશ્રી શુભમસિંગ રાઠોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *