સેલુડ અને નુરાબાદ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરી

બાળકોના વાંચન-ગણન કૌશલ્યની ચકાસણી કરી, દૂધ સંજીવની યોજના સહિતના તમામ રજીસ્ટરો નિભાવવા તાકીદ કરતાં કલેક્ટરશ્રી ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 03. – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શુક્રવારે ઉચ્છલ તાસેલોલ લુકાના સેલુડ, નુરાબાદ, જામકી અને ઉચ્છલના પ્રવાસ દરમિયાન શિક્ષણ, પોષણ, સ્થાનિક ગ્રામીણ વિકાસ, પ્રવાસન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
પ્રવાસના પ્રથમ ચરણમાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સેલુડ અને નુરાબાદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વર્ગખંડોમાં જઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને તેમના વાંચન, ગણન તેમજ લેખન કૌશલ્યની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકો સરળતાથી સમજી શકે તેવી રસપ્રદ શૈલીમાં ભણાવવા માટે હાજર શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ કલેક્ટરશ્રી ચૌધરીએ સેલુડ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં બાળકોને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘દૂધ સંજીવની યોજના’ સહિતની અન્ય પોષણક્ષમ યોજનાઓના લાભથી વંચિત ન રહે તથા બાળકોને યોજનાકીય લાભનો લાભ મળે છે કે કેમ, તેની ચકાસણી કરી હતી. તેમણે આંગણવાડીના રસોડાનું નીરિક્ષણ કર્યું હતું. વધુમાં તમામ રજીસ્ટરોની નિયમિત નિભાવણી અંગે સીડીપીઓ, આંગણવાડી સુપરવાઈઝર અને આંગણવાડી કાર્યકરને તાકીદ કરી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
