ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડી અબોલ પશુઓને ઉગારતી કાકરાપાર પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. પટેલ કાકરાપાર પોલીસ સ્ટેશનએ કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ કર્મચારીઓને સુચના આપેલ હતી જેથ પોલીસ ઇન્સપેક્ટરની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ વાહન ચેકીંગ દરમ્યાન રામપુરાનજીક ગામે, હનુમાન મંદિર પાસે રોડ ઉપરથી એક આઇસર ટેમ્પો નંબર- GJ-16-AW-0405 માં મોટી ભેંસ નંગ-૧૫ ની ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા આરોપી-(૧) મહંમદ હુસેન યાકુબભાઈ મલેક રહેવાસી-ભાલોદ તરસાલીગામ, નિશાળની પાછળ, તા-ઝઘડીયા, જિ-ભરુચ તથા આરોપી-(૨) ઉમાઈન જહાંગીર મુલ્તાની રહેવાસી-ઝંખવાવ, મુલ્તાની ફળીયું, તા-માંગરોળ, જિ-સુરતનાઓને મોટી ભેંસો નંગ-૧૫ જેની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા આઇસર ટેમ્પો નંબર- GJ-16-AW-0405 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૯,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ આ ભેંસો ટેમ્પામાં ભરાવી આપનાર- સલીમ દિવાન જેના પુરા નામની ખબર નથી રહેવાસી-ઝંખવાવ, જંગલખાતાની ઓફિસની બાજુમાં, તા-માંગરોળ, જિ-સુરતનાઓને વોન્ટેડ જાહેર કરી કાકરાપાર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીઓને અ.હે.કો. કિરણભાઈ ચીમનભાઈ તથા આ.હે.કો. કમલેશભાઈ તુલસીરામભાઈ તથા અ.હે.કો. બિપીનભાઈ રૂસ્તમભાઈએ પકડી પાડેલ હતી.
કામગીરી કરનાર ટીમ:-
અ.હે.કો. શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર પોલીસ સ્ટેશન જિ-તાપી તથા કિરણભાઈ ચિમનભાઈ તથા આ.હે.કો. કમલેશભાઈ તુલસીરામભાઈ તથા અ.હે.કો. બિપીનભાઈ રૂસ્તમભાઈએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
