નાણા રાજ્યમંત્રીશ્રી ડૉ. કમલેશભાઈ પટેલે ભૂલકાંઓ સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો

0
નાણા રાજ્યમંત્રીશ્રી ડૉ. કમલેશભાઈ પટેલે ભૂલકાંઓ સાથે મધ્યાહન ભોજનનો સ્વાદ માણ્યો
Contact News Publisher

‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’થી બાળકોના પોષણને નવું બળ

— 

વિદ્યાર્થીઓને મગચાટ, પૌષ્ટિક વેજીટેબલ પૌઆ, મિક્સ કઠોળ ચાટ, શ્રીઅન્ન સુખડી સહિત સ્વાદિષ્ટ અલ્પાહાર પિરસવામાં આવે છે

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. :- રાજ્યવ્યાપી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭’ ના પ્રથમ દિવસે તાપી જિલ્લાના વાલોડ તાલુકાની કમાલછોડ મુખ્ય પીએમશ્રી પ્રાથમિક શાળા ખાતે એક અનોખો અને હૃદયસ્પર્શી માહોલ જોવા મળ્યો હતો.

 

શાળામાં નવા પ્રવેશેલા ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓના નામાંકન ઉત્સવ બાદ મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે શાળાના બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવેલા ગરમાગરમ પૌઆનો સ્વાદ માણ્યો હતો.

 

શાળાના આ મધ્યાહન ભોજનમાં માત્ર રોટલી, શાક કે સ્વાદિષ્ટ દાળ-ભાત અને પૌઆ જ નથી હોતા, પરંતુ તેમાં ભળેલો હોય છે માતાનો અખૂટ પ્રેમ, વ્હાલ અને લાગણીઓનો અનોખો સ્વાદ. જ્યારે એક માતા મધ્યાહન ભોજનના માધ્યમથી પોતાના બાળકની સાથે તેના જ જેવડા અન્ય નિર્દોષ ભૂલકાંઓને સંપૂર્ણ વત્સલતાથી જમાડે છે, ત્યારે શાળાનું સમગ્ર પ્રાંગણ એક પવિત્ર ઘર સમાન બની જાય છે.

 

રાજ્ય સરકારની આ સુંદર વ્યવસ્થા અને સંવેદનશીલ પહેલના કારણે સરકારી શાળામાં આવતા ગ્રામીણ વિસ્તારના બાળકોને ઘર જેવો જ સુરક્ષિત અને સ્નેહપૂર્ણ માહોલ મળી રહે છે. આ હૂંફાળા વાતાવરણને કારણે બાળકો પણ અત્યંત આનંદ અને પૂરતી એકાગ્રતા સાથે શિક્ષણ મેળવીને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે છે.

 

રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકાથી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓના સર્વાંગી સ્વાસ્થ્ય અને પોષણને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન) હેઠળ વિદ્યાર્થીઓને બપોરના નિયમિત ભોજન ઉપરાંત, ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક નાસ્તો પણ પીરસવામાં આવી રહ્યો છે.

 

આ ન્યુટ્રિશનલ મેનુ અનુસાર, અઠવાડિયાના અલગ-અલગ દિવસોએ બાળકોને પ્રોટીન અને ઊર્જાસભર વૈવિધ્યપૂર્ણ વાનગીઓ પીરસાય છે. જેમાં સોમવારે મગ ચાટ, મંગળવારે અને શનિવારે પૌષ્ટિક વેજીટેબલ પૌઆ, બુધવારે મિક્સ કઠોળ ચાટ, ગુરુવારે શ્રી અન્ન (મિલેટ) સુખડી તેમજ શુક્રવારે વિવિધ શાકભાજી અને સીંગદાણા યુક્ત વેજીટેબલ ઉપમા જેવો સ્વાદિષ્ટ અલ્પાહાર આપવામાં આવે છે.

 

આ તમામ વાનગીઓમાં બાળકોના શારીરિક વિકાસ માટે જરૂરી પ્રોટીન અને કેલરી (ઊર્જા)નું પ્રમાણ જળવાઈ રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. શાળાના આ હૂંફાળા વાતાવરણમાં પોષણયુક્ત આહાર મળવાથી બાળકો ઉત્સાહભેર શાળાએ આવે છે અને સંપૂર્ણ એકાગ્રતાથી શિક્ષણ મેળવી રહ્યા છે.

આલેખન – રોશન સાવંત

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *