સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને મહિસાગર જીલ્લામાંથી પકડી પાડતી સોનગઢ પોલીસ

0
સાયબર ક્રાઇમના ગુનાના આરોપીને મહિસાગર જીલ્લામાંથી પકડી પાડતી સોનગઢ પોલીસ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. સોનગઢમાં સોશીયલ મીડીયા બુલીંગ હેઠળ દાખલ થયેલ સાયબર ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા પોલીસને મળેલ સુચનાના અનુસંધાને સોસોનગઢ પોલીસ સ્ટેશનમા સાયબર ક્રાઇમનો ગુનો તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ. જે મુજબ આરોપીએ ફરિયાદીની બહેનપણી પીંકીબેન (નામ બદલેલ છે.) રહે. સોનગઢ તાલુકો ની ફોટાવાળી ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. Pinku_6458 ની બનાવી તે આઇ.ડી. પરથી ફરિયાદીની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. gamit_gituuu_06 પર ગંદા ગંદા મેસેજ તેમજ અશ્લિલ વિડીયો મોકલી તેમજ વિડીયો કોલ કરી અશ્લિલ હરકતો કરી ફરિયાદીની પ્રતિષ્ઠાને હાની પહોચાડવા ખોટું ઇલેકટ્રોનિક રેકર્ડ ઉભું કરી ગુનો કરેલ હતો, જે ગુનાને શોધી કાઢવા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, ડી.વી. ઢોલાએ સુચના આપેલ તે આધારે કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર,એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇએ ટેકનિકલ સર્વલન્સ અને અંગત બાતમી આધારે તપાસ કરતા મહિસાગર જીલ્લાના નાના ખાનપુર ખાતે આરોપીની ભાળ મળતા પોલીસની એક ટીમ બનાવી. પોલીસ ટીમ ખાનપુર પહોંચી અને આરોપીની પુછપરછ કરતા આરોપી પાસેથી મળી આવેલ વિવો કંપનીના મોબાઇલમાં ફેક ઇસ્ટાગ્રામ આઇ.ડી. બનાવી ફરિયાદીને ગંદા ગંદા મેસેજ તેમજ અશ્લિલ વિડીયો મોકલી તેમજ વિડીયો કોલ કરી અશ્લિલ હરકતો કરવાની માનસિકતાવાળા હોવાનું જણાઇ આવેતા અને આ ઇસમને ઇસ્ટાગ્રામમાં લખેલ લખાણ તેમજ વિડીયો બતાવતા પોતાની ઇસ્ટાગ્રામ આઇ.ડી. “Pinku_6458” પર લખાણ લખેલ હોવાની કબુલાત કરતા. આ ગુનામાં આરોપીની સંડોવાણી જણાઇ આવતા આરોપી-સંજયકુમાર ઉર્ફે સંજુ માવજીભાઇ વણકર ઉ.વ.૩૨ ધંધો.ખેતીકામ રહે.નાના ખાનપુર, વણકરવાસ તા.ખાનપુર જી.મહિસાગર ને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ધરપકડ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

સંજયકુમાર ઉર્ફે સંજુ માવજીભાઇ વણકર ઉ.વ.૩૨ ધંધો.ખેતીકામ રહે.નાના ખાનપુર, વણકરવાસ તા.ખાનપુર જી.મહિસાગર

ડિટેક્ટ થયેલ ગુનાની વિગત;-

(૧) સોનગઢ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૬૧૧૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૬(૪),૩૫૬(૨) તથા આઇ.ટી.એકટ ૨૦૦૮ ની કલમ-(૬૬) (સી)(ડી), ૬૭(એ) મુજબ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.

1) શ્રી ડી.વી. ઢોલા, પોલીસ ઈન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન., 2) કે.આર. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેકટર, સોનગઢ પોલીસ સ્ટેશન., 3) એ.એસ.આઇ. માર્મિકભાઇ હરેશભાઇ, સોનગઢ પોલીસ સ્ટેશન., 4) આ.પો.કો. ભેરાભાઇ ચાંપાભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન, 5) અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *