બાગાયતની બે નવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની મુદત ૯ જુલાઈ સુધી લંબાવાઈ

0
I khedut portal opens online for new applicationsapplication
Contact News Publisher

તાપી જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો યોજનાઓનો લાભ લેવા અનુરોધ

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૧૯. વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાઓનો લાભ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે આઇ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા તા. ૦૯ જુલાઈ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત રાજ્યના બાગાયત નિયામકની કચેરી દ્વારા મંજૂર કરાયેલી આ યોજનાઓ ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ગુણવત્તાયુક્ત બાગાયતી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવી છે.

નાયબ બાગાયત નિયામકશ્રી, તાપી દ્વારા જણાવાયા મુજબ, વર્ષ ૨૦૨૬-૨૭ માટે “બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” તથા “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ” અમલમાં મૂકવામાં આવ્યા છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવશે, જેના પરિણામે ઉત્પાદનક્ષમતા અને પાકની ગુણવત્તામાં વધારો થશે.

આ બંને યોજનાઓ માટે અગાઉ જાહેર કરાયેલી અરજીની સમયમર્યાદા પૂર્ણ થતી હોવા છતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અરજી માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. હવે રસ ધરાવતા ખેડૂતો તા. ૦૯ જુલાઈ, ૨૦૨૬ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

વધુ માહિતી માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક નં. ૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, તાપી અથવા ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૪૨૩ પર સંપર્ક કરી શકે છે, એમ નાયબ બાગાયત નિયામકશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

૦૦૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *