વાલોડ તાલુકાના ગોડદા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ

0
વાલોડ તાલુકાના ગોડદા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ
Contact News Publisher

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો અપાયા ; ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.19. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત જનકલ્યાણ શિબિરોના ભાગરૂપે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોડદા ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. શિબિર દરમિયાન નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ વિવિધ સેવાઓ અને યોજનાઓના લાભો પૂરા પાડવામાં આવ્યા હતા.

શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને કૃષિ, આરોગ્ય, સામાજિક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, રોજગાર, આવાસ સહિતની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓને વિવિધ સરકારી સેવાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. શિબિરના માધ્યમથી સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ પોતાની માતાના સન્માનમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળા પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનકલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમના સંયુક્ત આયોજનથી ગ્રામજનોમાં સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ અસરકારક સંદેશ પહોંચ્યો હતો.

કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

000000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *