તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ 20મી જૂને કોમન યોગ પ્રોટોકોલ શિબિરો યોજાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીરૂપે જિલ્લાભરમાં યોગ તાલીમનું આયોજન
—
(માહિતી બ્યૂરો દ્વારા, તાપી) : તા.૧૯. આગામી 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને તા. 20 જૂન, 2026ના રોજ તાપી જિલ્લાના વિવિધ તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં કોમન યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની શિબિર સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન વ્યારા કોલેજ ખાતે યોજાશે.
આ ઉપરાંત સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વ્યારા નગરપાલિકા વિસ્તારમાં શ્રી રામ તળાવ ગાર્ડન, વ્યારા; સોનગઢ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, રંગ ઉપવન, જૂના બસ સ્ટેન્ડ પાસે, વાલોડ તાલુકામાં ગાંધી વિદ્યાપીઠ, વેડછી; ડોલવણ તાલુકામાં શિક્ષક સહાયક ભવન, ડોલવણ; ઉચ્છલ તાલુકામાં સાર્વજનિક હાઈસ્કૂલ, ઉચ્છલ; નિઝર તાલુકામાં મોડેલ સ્કૂલ, નિઝર; કુકરમુંડા તાલુકામાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, તેમજ ઉકાઈ તાલુકામાં ગરબા ગ્રાઉન્ડ, GEB કોલોની, ઉકાઈ ખાતે યોગ શિબિરો યોજાશે.
આ શિબિરોમાં નાગરિકો, સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓને યોગની વિવિધ ક્રિયાઓ અને પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ શિબિરનો લાભ લેવા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
0000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
