સોનગઢના જનકલ્યાણ શિબિરમાં રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે હેલ્થ ચેકઅપ કરાવ્યું

પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે સમયાંતરે આરોગ્ય તપાસણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો*
—
આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંસા કરતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.18. – સોનગઢ નગરપાલિકાના રંગઉપવન સભાખંડ ખાતે યોજાયેલા નગરપાલિકા કક્ષાના જનકલ્યાણ શિબિરમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતે વિવિધ વિભાગના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
આ સાથે તેમણે સ્ટોલ્સના પ્રતિનિધિઓ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો સાથે પણ આત્મીયતાથી સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન મંત્રીશ્રીએ આરોગ્ય વિભાગની કામગીરીની પ્રશંસા કરીને પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી.
નોંધનીય છે કે, આપણે શારીરિક રીતે ભલે સંપૂર્ણ ફિટ અને તંદુરસ્ત હોઈએ, તો પણ સમયાંતરે આપણી આરોગ્ય તપાસણી કરાવીને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે, તેઓ સંદેશ મંત્રીશ્રીએ સૌને આપ્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકોએ પણ આરોગ્ય વિભાગના નિશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો લાભ લીધો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
