ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે ‘જનકલ્યાણ શિબિર’ થકી ગ્રામજનોએ ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ લીધો

0
ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે 'જનકલ્યાણ શિબિર' થકી ગ્રામજનોએ ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ લીધો
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 18. :- તાપી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાના આશય સાથે ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામે તાલુકા કક્ષાનો ‘જનકલ્યાણ શિબિર’ ઉત્સાહભેર યોજાયો હતો. આ શિબિરમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ્સ ઊભા કરીને ગ્રામજનોને સ્થળ પર જ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને જરૂરી મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થાનિક લોકો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ ઘરઆંગણે મળી રહેલી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *