વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડાયું : હિટાચી અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

0
વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડાયું : હિટાચી અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. વ્યારાના કણજા ગામે તાપી નદીના પટમાં પ્રાંત અધિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, ભુસ્તર વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે ​તાજેતરમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

 

આ કાર્યવાહી દરમિયાન નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાનું જણાતાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દરોડો પાડી સ્થળ પરથી ૩ હિટાચી મશીન, ૧૦ નાવડીઓ અને રેતી ભરેલા ૨ હાઈવા ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

​આ બાબતે ભુસ્તર વિભાગ, તાપી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર ખનન કરનાર સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડની આકરી કાર્યવાહી કરવામાં આવશે, તેમ વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *