વર્લ્ડ સાયકલ ડેની ઉજવણીમાં ધર્મેન્દ્ર પટેલની ઉત્સાહભરી ભાગીદારી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૭. સુરત ખાતે ઉજવાયેલ વર્લ્ડ સાયકલ ડે કાર્યક્રમમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ધર્મેન્દ્ર પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનાં હેતુથી યોજાયેલી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં સાયકલપ્રેમીઓ જોડાયા હતાં. ધર્મેન્દ્ર પટેલે “પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અપનાવો”નો સંદેશ આપતા સાયકલિંગ દ્વારા હરિત અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણી, પ્રદૂષણ ઘટાડવા અને નિયમિત વ્યાયામનાં મહત્વ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે સૌએ હરિત અને સ્વચ્છ ભારતનાં નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
