સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની શુભેચ્છા મુલાકાત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૩. આજરોજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતનાં હોદ્દેદારોએ સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સંઘનાં પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લા પંચાયતનાં નવનિયુક્ત પ્રમુખ સમીરભાઈ મોદી તેમજ ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરીને રૂબરૂ મળી પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લાનાં શિક્ષણલક્ષી પ્રશ્નો, શાળાઓની માળખાકીય સુવિધાઓ અને શિક્ષકોનાં હિતનાં મુદ્દાઓ અંગે સૌહાર્દપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ઉપપ્રમુખે શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી શિક્ષકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે હંમેશા હકારાત્મક સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સંઘનાં કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, નાણાંમંત્રી પ્રવિણભાઈ ત્રિવેદી તથા મહિલા ઉપપ્રમુખ રીના રોઝલીન સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. એમ જિલ્લા પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
