તાપી કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર સેલ્ફ-રજીસ્ટ્રેશન કર્યું

0
IMG-20260520-WA0018
Contact News Publisher

તાપી જિલ્લામાં ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો ડિજિટલ પ્રારંભ

—  

રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપવા નાગરિકોને કલેક્ટરશ્રીનો અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 20 :- દેશના વિકાસ અને ભવિષ્યની યોજનાઓના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ ની પ્રક્રિયાનો તાપી જિલ્લામાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. જે અંતર્ગત તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સ્વ-જનગણના પોર્ટલ પર ઓનલાઇન લોગ-ઈન કરીને પોતાની અને પરિવારની વિગતો ભરીને ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી એક પ્રેરણાદાયી પહેલ કરી છે. આ સાથે જ તેમણે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સક્રિયપણે જોડાવા આહવાન કર્યું છે.

કલેક્ટરશ્રી ચૌધરીએ નાગરિકોને અપીલ કરતાં કહ્યુ કે, આગામી તા.૩૧મે દરમિયાન નાગરિકો સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને ખૂબ જ સરળતાથી પોતાની અને પોતાના પરિવારની સાચી માહિતી ઓનલાઇન નોંધી શકે છે. નાગરિકો દ્વારા અપાતી સાચી અને સમયસરની માહિતી દેશના સર્વાંગી વિકાસ, માળખાકીય સુવિધાઓ અને સરકારી યોજનાઓના યોગ્ય અમલીકરણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

 

વધુમાં, તેમણે નાગરિકોને વહીવટી તંત્રના આગામી આયોજન અંગે માહિતગાર કરતા ઉમેર્યું કે, ઓનલાઇન પ્રક્રિયા બાદ તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન જિલ્લામાં ઘરયાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે જ્યારે પણ ગણતરી કર્મચારીઓ આપના ઘરે મુલાકાત લે, ત્યારે તેમને સાચો અને પૂરતો સહકાર આપી તાપી જિલ્લાને આ મહાઅભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *