સોનગઢના મોઘવણ ગામે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત ખેતીવાડી વિભાગનો સ્ટોલ યોજાયો
૩૭ ખેડૂતોને PM-Kisan E-KYC, ફાર્મર રજિસ્ટ્રી અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦ :- ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોઘવણ ગામે ખેતીવાડી વિભાગ દ્વારા માહિતી અને માર્ગદર્શન સ્ટોલ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ ૩૭ લાભાર્થી ખેડૂતોને PM-Kisan સન્માન નિધિ યોજનાના E-KYC તથા ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી સંબંધિત કામગીરીનો લાભ આપવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન ખેડૂતોને યોજનાનો લાભ સમયસર અને સરળતાથી મળી રહે તે હેતુસર જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખાતરનો મર્યાદિત અને કાર્યક્ષમ ઉપયોગ કરીને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યની સુખાકારી માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરીયાત અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
0000.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
