કે.વિ.કે. વઘઈ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અને વિશ્વ મધમાખી દિવસની ઉજવણી
(રાહુલ પરમાર દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા સાહેબ અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ વઘઈ ખાતે “ડાંગર ના ધરુ માં બીજામૃત ની માવજત” (Bijamrut Treatment of Paddy Seedling) અંગેની ૧ દિવસીય ઓન કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. પ્રતીક જાવિયા, વૈજ્ઞાનીક (પાક ઉત્પાદન) એ ડાંગર ના ધરુ માં બીજામૃત ની માવજત અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ‘વિશ્વ મધમાખી દિવસ’ ની ઉજવણી પણ કરવામાં આવી હતી. જેમાં ડૉ. બિપિન વહુનીયા વૈજ્ઞાનીક (પાક સંરક્ષણ) દ્વારા મધમાખી વિશેની સમજ આપી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં ૩૦ જેટલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી. આ સાથે જ હાલ માં ડાંગ જિલ્લામાં ચાલી રહેલ વૈકલ્પિક ખાતર જાગૃતિ અભિયાન (Fertilizer Awareness campaign) મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જિલ્લાના વિવિધ ગામો માં ખેડૂતોને વૈકલ્પિક ખાતર વિશેની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
