તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
૧૦૦ જેટલા ઉત્સાહી ઉમેદવારોમાંથી ૫૦ યુવક-યુવતીઓ રોજગારી માટે પસંદગી પામ્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. :- તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને VSOLE (વીસોલ) પાવર પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના આદિવાસી સમુદાયના શિક્ષિત યુવાનોને રોજગારીનું ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશય સાથે સોમવારે જિલ્લા રોજગાર કચેરી ખાતે ‘રોજગાર ભરતી મેળો’ યોજાયો હતો.
આ ભરતી પ્રક્રિયામાં ડિપ્લોમા (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ), બી.ઈ./બી.ટેક (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક (Graduate) શૈક્ષણિક લાયકાત ધરાવતા સ્થાનિક યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ રોજગાર ભરતી મેળામાં પસંદગી પામેલા જિલ્લાના મહિલા ઉમેદવાર કુ. માર્ટિના ગામીતે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. રોજગાર કચેરી દ્વારા યોજાયેલા આ ભરતી મેળામાં મારું ઇન્ટરવ્યુ ખૂબ જ સરસ રહ્યું હતું. ઇન્ટરવ્યુ દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના મેં સંતોષકારક જવાબો આપ્યા હતા, જેનાથી પ્રભાવિત થઈને કંપની દ્વારા મારી રોજગારી માટે પસંદગી કરવામાં આવી છે. આવી ઉત્તમ તક પૂરી પાડવા બદલ હું કંપનીની સાથે જિલ્લા રોજગાર કચેરી અને રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ તકે તાપી જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલરશ્રી વિનોદ મરાઠેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે આ વિશેષ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં કંપનીના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે રૂબરૂ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યાલા ૧૦૦ જેટલા ઉમેદવારોમાંથી ૫૦ જેટલા યુવાનોની પસંદગી થવી એ જિલ્લા માટે ગૌરવની વાત છે. આગામી સમયમાં પણ જિલ્લાના રોજગારવાંચ્છુઓ માટે આવા પ્રશંસનીય પ્રયાસો વહીવટી તંત્ર તથા રોજગાર કચેરી દ્વારા સતત ચાલુ રાખવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
