૧૭ મેથી શરૂ થતી સ્વ-ગણના અને જનગણના કામગીરીમાં સહભાગી બનવા જિલ્લાવાસીઓને અનુરોધ કરતાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી
તાપી જિલ્લામાં વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયા ૧૭ મેથી શરૂ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ રાષ્ટ્રીય વસ્તી ગણતરી ૨૦૨૭ અંતર્ગત જનગણનાને રાષ્ટ્રીય મહત્વનું કાર્ય ગણાવી નાગરિકોને સાચી અને સંપૂર્ણ માહિતી આપી જનગણનામાં સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રી ચૌધરીએ જણાવ્યું કે, રાજ્ય સહિત તાપી જિલ્લામાં સ્વ-ગણતરી પ્રક્રિયા તા. ૧૭ મે, ૨૦૨૬ થી તા. ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં નાગરિકો નિર્ધારિત પોર્ટલ https://se.census.gov.in પર જઈ પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. નોંધણી દરમિયાન મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા ચકાસણી કર્યા બાદ રહેઠાણની વિગતો અને જરૂરી માહિતી ભરવાની રહેશે.
વધુમાં કલેક્ટરશ્રીએ કહ્યું કે, તા.૧ જૂન થી તા.૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન વસ્તી ગણતરી કર્મચારીઓ દ્વારા ઘરે-ઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવશે. નોંધનીય છે કે, જેઓએ સ્વ-ગણતરી કરી છે તેઓના SE id એકત્રિત કરશે.
સ્વ-ગણતરી કરવાની સરળ પ્રક્રિયા
• સૌપ્રથમ se.census.gov.in પોર્ટલ પર જાઓ.
• “કુટુંબની નોંધણી” (Family Registration) વિકલ્પ પસંદ કરો.
• તમારી પસંદગીની ભાષા પસંદ કરી મોબાઈલ નંબર દાખલ કરો અને મોબાઈલમાં આવેલ OTP દાખલ કરો.
• ત્યારબાદ રહેણાંક સ્થળની જરૂરી વિગતો ભરો.
• નકશામાં દર્શાવેલ લાલ માર્કરને તમારા ઘરના ચોક્કસ સ્થાન પર ખેંચી “Save” કરો.
• સ્ક્રીન પર પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સાચા અને સંપૂર્ણ જવાબો ભરો.
• ભરેલી માહિતી એકવાર ચકાસી લો. જો કોઈ સુધારો કરવાની જરૂર હોય તો તે સુધારો કરો.
• માહિતીની સચોટતા નિશ્ચિત થયા બાદ “Submit” બટન પર ક્લિક કરો.
• સફળ સબમિશન બાદ H થી શરૂ થતો ૧૧ અંકનો Self Enumeration ID (SE ID) મળશે. આ નંબર સાચવી રાખવો.
• જનગણના કર્મચારી તમારા ઘરે આવે ત્યારે આ SE ID તેમને આપવો.
______
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
