ઘરફોડ ચોરીનો મુદ્દામાલ લેનાર વોન્ટેડ આરોપીને પકડી પાડતી કુકરમુંડા
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : ગઇ તા.૧૩/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ રાત્રીના કલાક-૨૦/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે શ્રી રવિન્દ્રભાઈ પ્રહલાદભાઇ કુંભાર ઉ.વ.૪૫ રહેવાસી-કુકરમુંડા, શ્રીરામ ચૌક તા.કુકરમુંડા જી.તાપી ના ઘરની દિવાલમાં કોઇ સાધન વડે બાકોરૂ પાડી, ઘરની અંદર પ્રવેશ કરી, રૂમની અંદર મુકેલ કબાટનાં મુખ્ય લોકરમાં એક પુંઠાના બોક્ષમાં મુકેલ ૦૨.૨૧૦ ગ્રામની સોનાનું પેંડલ કિ.રૂ.૧૧,૬૦૦/- તથા રોકડા રૂ.૪,૦૦,૦૦૦/- તથા કંટોલ માથી લાવેલ ઘંઉં, ચણા, મિઠું, ચોખા કિ.રૂ.૩૦/- તથા ૭૫.૫૦૦ ગ્રામ ચાંદીની પાયલ -૦૨ નંગ કિ.રૂ.૪૬૮૦/- તથા ૦૫.૬૯૦ ગ્રામ જેન્ટ્સ સોનાની વિંટી કિ.રૂ.૧૮,૨૦૮/- તથા ૦૧ ગ્રામ સોનાની બાલી કિ.રૂ. ૭૬૯૪/- તથા એક ટીપમાં મુકેલ આશરે ૫૦ કિલો તુવેર કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૦૪,૪૭,૨૧૨/- ની ચોરી થયેલ હોવાથી કુકરમુંડા પોલીસ સ્ટેશનમા તા.૩૧/૦૭/૨૦૨૫ ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુનામા જે તે વખતે કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૫ બાળકોને ડીટેઇન કરવામાં આવેલ હતા. ઉપરોકત ચોરી થયેલ મુદ્દામાલ માંથી ચોરીનો મુદ્દામાલ હોવાનુ જાણવા છતા રોકડા રૂ.૫૦,૦૦૦/- લેનાર વોન્ટેડ આરોપી – રોહીતભાઈ ભગવાનભાઇ પાડવી ઉ.વ.૨૫ રહેવાસી- કુકરમુંડા, બહેરપુરા ફળીયુ તા.કુકરમુંડા જી.તાપી રોકડા રૂ.૫૦,૦૦૦/- લીધા બાદ ઉત્તર ગુજરાત તરફ નાસી છુટેલ હતો. જેની ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલુ હતી. જેઓ આજરોજ કુકરમુંડા ખાતે આવતા કુકરમુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આઈ.ડી. દેસાઈના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરી પકડી પાડી તેઓએ લીધેલ પુરેપુરા રોકડા રૂ.૫૦,૦૦૦/- રીકવરી કરી ફરીયાદીશ્રી ને પરત આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
રોહીતભાઇ ભગવાનભાઈ પાડવી ઉ.વ.૨૫ રહેવાસી-કુકરમુંડા, બહેરપુરા ફળીયુ તા.કુકરમુંડા જી.તાપી ને તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ છે.
રીકવરી કરેલ મુદ્દામાલ :-
રોકડા રૂપિયા – ૫૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત.
(૧) શ્રી આઈ.ડી. દેસાઈ. પોલીસ ઈન્સ્પેક્ટર કુકરમુંડા પોલીસ સ્ટેશન (તપાસ કરનાર અમલદાર), (૨) એ.એસ.આઇ. રવિભાઇ રમેશભાઇ, (૩) અ.હે.કો.રવિભાઇ હરીયાભાઇ, નોકરી-કુકરમુંડા પોલીસ સ્ટેશન, (૩) અ.હે.કો. અર્જુનસિંહ વિક્રમસિંહ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૪) આ.પો.કો. કમલેશભાઇ કિશનભાઇ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન, (૫) અ.પો.કો. દૌલતસિંગ પૃથ્વીસીંગ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન (૬) અ.પો.કો. મેહુલભાઇ મામાવજીભઈ, નોકરી – કુકરમુડા પોલીસ સ્ટેશન.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
