તાપી જિલ્લામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
કલેક્ટરશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા કરાઇ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બારડોલી લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ વિવિધ વિભાગોને મળતી અરજીઓના ત્વરિત નિકાલ, સરકારી કર્મચારી પેન્શન કેસોના નિવારણ, પડતર ફાઈલોનો ઝડપી નિકાલ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રગતિ હેઠળના તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
વધુમાં પ્રિ-મોન્સૂન કામગીરી અસરકારક અને આયોજનબદ્ધ રીતે થાય તેમજ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ સપ્લાય ચેઇન પર સતત નજર રાખવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
