તાપી જિલ્લાના કલેક્ટર તરીકે શ્રી દેવ ચૌધરીએ પદભાર સંભાળ્યો

0
IMG-20260516-WA0019
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૬. :- શ્રી દેવ ચૌધરીએ તા. ૧૬મી મે, ૨૦૨૬ના રોજ તાપી જિલ્લા કલેક્ટર તરીકે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

શ્રી દેવ ચૌધરી અગાઉ નવસારી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

 

પદભાર સંભાળ્યા બાદ શ્રી ચૌધરીએ જિલ્લાના વિકાસકાર્યોને ગતિ આપવા, લોકો કેન્દ્રિત વહીવટ સુનિશ્ચિત કરવા તેમજ પારદર્શક અને સંવેદનશીલ પ્રશાસન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લાના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી તથા જનહિતના કાર્યો અંગે માહિતી મેળવી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *