તાપી જિલ્લામાં દિશા સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ કેન્દ્ર-રાજ્ય સરકારશ્રીની યોજનાઓના અમલીકરણ અને સિદ્ધિઓની સમીક્ષા કરી
—
જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ દિશા સમિતિની બેઠકને સંબોધી
—
દિશા બેઠક પૂર્વે જિલ્લા સમાહર્તા તરીકે પદભાર સંભાળતા શ્રી દેવ ચૌધરીનું સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ ઉષ્માભેર સ્વાગત કર્યું
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરિંગ કમિટી (દિશા) ની બેઠક બારડોલી લોકસભા સાંસદશ્રી પરભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લાના કલેકટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ જણાવ્યુ કે, દિશા સમિતિની મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લામાં માર્ગ, આવાસ, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં લોકો સુધી યોજનાઓનો અસરકારક અમલ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શ્રી વસાવાએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રશંસા કરી હતી.
આ તકે સાંસદશ્રી પરભુભાઈ વસાવાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસકામો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ પાસેથી તેમના વિભાગોને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકો સામે થયેલી કામગીરી, પ્રગતિ હેઠળના કામો સહિતની માહિતી મેળવી વિવિધ વિભાગોને માર્ગદર્શન પૂરું પાડીને રચનાત્મક સૂચનો કર્યા હતા.
વધુમાં, જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગેની વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં સાંસદશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન સાંસદશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ વિભાગોની યોજનાકીય પ્રગતિની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ તકે સાંસદશ્રીએ લોકહિતને ધ્યાને રાખીને યોજનાઓનો અસરકારક અમલ થાય તેમજ મહિલા સ્વરોજગારને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ રચનાત્મક સૂચનો કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પણ તેમના સૂચનો અને મંતવ્યોનું અનુમોદન કર્યું હતું.
દિશા સમિતિની બેઠક દરમિયાન વિવિધ વિભાગોની યોજનાકીય અને વિકાસલક્ષી કામગીરી અંગેના પ્રેઝન્ટેશનનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના ડાયરેક્ટરશ્રી ખ્યાતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીનું સાંસદશ્રી પરભુભાઈ વસાવા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ વિભાગોના જિલ્લા-તાલુકાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
