ખેતીવાડી વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અનુરોધ

0
2319a591-ee1a-4b4d-8f22-2b54b6358809
Contact News Publisher

ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો

હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા સલાહ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧. આગામી ચોમાસુ સીઝનને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા તાપી જીલાના ખેડૂતોને બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતો માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતા સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અને ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઇનપુટ્સની ખરીદી કરે. લાયસન્સ વિના કાર્યરત વ્યક્તિઓ, પેઢીઓ અથવા ફેરીયાઓ પાસેથી ખરીદી કરવાથી છેતરપીંડી થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને આવી જગ્યાઓથી ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

ખરીદી દરમિયાન વેપારી પાસેથી લાયસન્સ નંબર, સંપૂર્ણ નામ-સરનામું, ખરીદેલ સામગ્રીનું નામ, લોટ નંબર સહિતની વિગતો દર્શાવતું પાકું બીલ સહી સાથે અવશ્ય લેવા પણ જણાવાયું છે. સાથે જ મુદત પૂર્ણ થયેલા બિયારણ, ખાતર અથવા જંતુનાશક દવાઓની ખરીદીથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે ખેડૂતોને વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા તેમજ જો ક્યાંય અનઅધિકૃત અથવા ભળતા નામથી અમાન્ય કૃષિ ઇનપુટ્સનું વેચાણ થતું જણાય તો જીલ્લા ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *