અજાણી મહિલાને સુરક્ષિત આશ્રય આપી 181 અભયમ ટીમે કરી માનવતાભરી મદદ

0
IMG-20260510-WA0001
Contact News Publisher

રસ્તા પર ભટકતી મહિલાનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત સંસ્થામાં આશ્રય અપાયો

 

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : બારડોલી વિસ્તારમાં એક ત્રાહિત વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જાણ કરવામાં આવી હતી કે એક અજાણી મહિલા છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં ભટકતી જોવા મળી રહી છે તથા સ્થાનિક લોકોના રહેણાંક વિસ્તારોમાં જઈ હેરાનગતિ સર્જી રહી છે. મહિલાની માનસિક અને શારીરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી હતી.

કોલ મળતા જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમ દ્વારા મહિલાનું સંવેદનશીલ અને માનવતાપૂર્ણ રીતે કાઉન્સેલિંગ તેમજ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ જણાવેલ હતું. મહિલાની ઉંમર અંદાજે 50 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું તથા તેઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હોવાનું જણાયું હતું.

સ્થાનિક વ્યક્તિઓ દ્વારા જણાવાયું હતું કે મહિલા છેલ્લા અંદાજે પંદર દિવસથી વિસ્તારમાં આંટાફેરા મારતી હતી તેમજ આસપાસના મકાનો અને ફળિયામાં જઈ લોકોને હેરાન કરતી હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

181 અભયમ ટીમ દ્વારા મહિલાની ઓળખ તથા રહેઠાણ અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મહિલા પોતાનું સંપૂર્ણ સરનામું અથવા પરિવાર અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યા નહોતાં. મહિલાની સુરક્ષા અને સંભાળને ધ્યાનમાં રાખી ટીમ દ્વારા તેમને આશીર્વાદ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવ્યો હતો.

181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના સમયસરના હસ્તક્ષેપથી એક નિરાધાર મહિલાને સુરક્ષિત આશ્રય મળી રહેતા સ્થાનિક લોકોએ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *