બેટી બચાવો-બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરતી હાંસોટનાં સુણેવખૂર્દ ગામની નિષ્ઠા પટેલ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અંકલેશ્વર નગરનાં દીવા વિસ્તાર સ્થિત અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિષ્ઠા અલ્પેશકુમાર પટેલે એસ.એસ.સી. બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન હાંસલ કરી શાળા સહિત પોતાનાં માદરે વતન સુણેવખૂર્દ ગામનું નામ રોશન કરેલ છે. અંકલેશ્વર નગરની નીલમાધવ સોસાયટીનાં રહેવાસી દંપતી અલ્પેશ પટેલ અને નયના પટેલની આ પ્રતિભાવંત દીકરીએ ધોરણ 10 માં 98.50 ટકા (99.99 PR) મેળવી અપેક્ષિત પરિણામ હાંસલ કર્યું હતું.
‘બેટી બચાવો-બેટી પઢાઓ’ નાં સૂત્રને આત્મસાત કરનારા માવતરની અપેક્ષાને પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવતી આ દીકરીએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવી પોતાનાં પરિવાર, ગામ, હાંસોટ તાલુકા, અંકલેશ્વર નગર સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિષ્ઠાની આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળા તરફથી તેને એક્ટિવા મોપેડ ભેટ આપવામાં આવેલ છે, જે ખૂબજ ગૌરવપ્રદ બાબત છે. બાળપણથી ઉજ્જવળ કારકિર્દી બનાવવાનો દ્ઢ સંકલ્પ ધરાવતી નિષ્ઠાની ઝળહળતી સફળતા બદલ અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલ પરિવાર, હાંસોટ તાલુકા કોળી પટેલ સમાજ ઉપરાંત સુણેવખૂર્દનાં ગ્રામજનોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
