સુરત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષક રાજેશભાઈ સોલંકીને રાષ્ટ્રીય ગૌરવ – “નેશન’સ પ્રાઈડ એવોર્ડ ૨૦૨૬” તથા માનદ ડોક્ટરેટથી સન્માનિત
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ દ્વિગુંણ સન્માન, શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી!
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના લિંગડગામ સ્થિત પ્રાથમિક સરકારી શાળામાં વર્ષોથી સમર્પિત ભાવના સાથે શૈક્ષણિક સેવા આપતા માર્ગદર્શક અને પ્રતિભાશાળી શિક્ષક શ્રી રાજેશ નગીજીભાઈ સોલંકીને શિક્ષણ ક્ષેત્રે તેમના અનન્ય, સર્જનાત્મક અને પ્રેરણાદાયક યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે.
શ્રી સોલંકીને પ્રતિષ્ઠિત Gyan Uday Foundation દ્વારા “Nation’s Pride Award ૨૦૨૬” એનાયત કરવામાં આવ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિઓને અપાતો એક વિશિષ્ટ રાષ્ટ્રીય સન્માન છે. વધુમાં, Well Educational And Peace Council દ્વારા તેમને “Doctorate in Education” (માનદ ડોક્ટરેટ) એવોર્ડ ૨૦૨૬-૨૭ માટે પસંદ કરવામાં આવ્યા છે, જે તેમના શૈક્ષણિક નેતૃત્વ, સંશોધનાત્મક અભિગમ અને સમાજપ્રતિ પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે.
શ્રી રાજેશભાઈ સોલંકી લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, મૂલ્ય આધારિત અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે અવિરત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની શિક્ષણ પદ્ધતિમાં નવીનતા, શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ ખાસ નોંધપાત્ર છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તથા સહ-પાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ દ્વિગુંણ સન્માન માત્ર તેમના વ્યક્તિગત યોગદાનને જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામ્ય શિક્ષણ પ્રણાલી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તેમની આ સિદ્ધિથી સુરત જિલ્લા તેમજ સમગ્ર શિક્ષણ જગતમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
સ્થાનિક આગેવાનો, શિક્ષણવિદો અને ગ્રામજનો દ્વારા શ્રી સોલંકીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
