વાલોડમાં શિક્ષિકાબેનોએ ગરબાના તાલે લોકશાહીનું મૂલ્ય સમજાવ્યું
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 24 :- તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ‘સ્વીપ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે, વાલોડની પ્રાથમિક શાળાના શિક્ષિકાબેનોએ જાહેર સ્થળ પર ગરબાની પ્રસ્તુતિ કરીને અનોખી રીતે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
વાલોડના ચોક વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષિકાબેનોએ પરંપરાગત ગરબા રજૂ કર્યા હતા. ગરબાના તાલે ગવાયેલા ગીતોમાં “લોકશાહીનું સન્માન કરીએ, સૌ સાથે મળી મતદાન કરીએ” જેવા સૂત્રો દ્વારા ઉપસ્થિત નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
