વાહન ચેકીંગ દરમિયાન પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નિઝર પોલીસ

0
IMG-20260422-WA0016
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશન તથા પો.સબ ઈન્સ.શ્રી એમ.આઈ.વસાવા તથા પો.કોન્સ સંદિપભાઈ ગાછાભાઈ તથા પો.કોન્સ. સંતવાનભાઈ ગોમાભાઈ તથા પો.કોન્સ. મુકેશભાઈ સેધાજી તથા પો.કોન્સ. વ્યતિનભાઈ શ્રાવણભાઈ સાથે નિઝરની કેસરપાડા ચૌકી પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે મહારાષ્ટ્ર રાજયના ધાનોરા ગામ તરફથી એક બોલેરો પીકઅપ ગાડી જેના પાછળના બોડીના ભાગે કાળી તાડપત્રી બાંધેલ હોય જે બોલેરો પીકઅપને લાકડી તથા હાથના ઇસારે સાઈડમાં ઉભી રાખી તેમાં એક ડ્રાઇવર ઇસમ બેસેલ હોય અને ગાડીના આગળ પાછળની નંબર પ્લેટના રજી.નં. MH-15-HH-1956 ના હોય જે ગાડીના પાછળના ભાગે તાડપત્રી ઉંચી કરી ચેક કરતાં પુઠાના બોકસમાં પરપ્રાંતિય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ હોવાનું જણાય આવતાં ગાડીમાં બેસેલ ગાડીના ડ્રાઇવરને નીચે ઉતારી તેનું નામ-ઠામ પુછતા તેણે પોતે-પોતાનું નામ રમેશભાઈ ચુનિલાલભાઈ ગાંવિત ઉ.વ. ૨૬ ધંધો. ડ્રાઇવીંગ રહે. શ્યામસુન્દર આર.એચ. સ્વામીનગર અંબડ તા.ચાંદવડ જી. નાશીક (મહા.) હોવાનું જણાવેલ અને તેમની પાસે ગુજરાત રાજ્યમાંથી પ્રોહી મુદ્દામાલ વહન કરવા બાબતે કોઇ પાસ પરમીટ ન હોય જેથી આ આરોપીએ સફેદ કલરની બોલેરો પીકઅપ ફોરવ્હીલ ગાડી રજી નં. MH-15-HH-1956 ની કિ.રૂા.૨,૫૦,૦૦૦/- માં વગર પાસ પરમિટે પરપ્રાંતિય ભારતીય બનાવટની (૧) ૩૦ પુઠ્ઠાના બોક્ષમાં પ્લાસ્ટીકની રીઝો પોર્ટ વાઇન ૧૦૦૦ ની ૭૫૦ મી.લી. વાળી બોટલ નંગ-૩૬૦ ની કુલ કિ.રૂ. ૩,૯૬,૦૦૦/- ની તથા (૨) ૩૦ પુઠઠાના બોક્ષમાં પ્લાસ્ટીકની રીઝો પોર્ટ વાઇન ૧૦૦૦ ની ૩૭૫ મી.લી. વાળી બોટલ નંગ – ૭૨૦ ની કુલ કિ.રૂ.૩.૯૬,૦૦૦/-ની તથા (૩) ૧૬૦ પુઠ્ઠાના બોક્ષમાં પ્લાસ્ટીકની રીઝો પોર્ટ વાઇન ૧૦૦૦ ની ૧૮૦ મી.લી. વાળી બોટલ નંગ – ૭.૬૮૦ ની કુલ કિ.રૂ. ૨૦,૨૭,૫૨૦/- ની મળી કુલ્લે બોટલ નંગ – ૮૭૬૦ જે કુલ્લે લીટર-૧૯૨૨.૪૦૦ જેની કુલ્લે કિ.રૂ.૨૮.૧૯.૫૨૦/-નો પ્રોહી મુદ્દામાલ વહન કરી તથા આરોપીઓના કબ્જા માંથી મળી આવેલ મોબાઇલ નંગ- ૦૧ કિ.રૂા. ૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩૦,૭૪,૫૨૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:

રમેશભાઈ ચુનિલાલભાઇ ગાંવિત ઉ.વ. ૨૬ ધંધો. ડ્રાઇવીંગ રહે. શ્યામસુન્દર આર.એચ. સ્વામીનગર અંબડ તા.ચાંદવડ જી. નાશીક (મહા.)

કામગીરી કરનાર ટીમ :-

પો.ઈન્સ. શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા, પો.સ.ઈ. શ્રી એમ.આઈ. વસાવા, અ.હે.કો. જગદિશભાઇ રામસિંગભાઈ, પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. વ્યતિનભાઈ શ્રાવણભાઈ, પો.કો. સંતવાનભાઈ ગોમાભાઈ તથા પો.કો. સંદિપભાઈ ગાછાભાઈએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *