તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમા શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા જોગ

0
elec
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 23 :- રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ 11 નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ 13 બેઠકોની ચૂંટણીનું મતદાન તા. 26-04-2026, રવિવારના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી યોજાનાર છે.

આ પ્રસંગે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-2019 હેઠળ મતદાનનો અધિકાર ધરાવતી અને દુકાન, સંસ્થા કે વ્યાવસાયિક એકમોમાં નોકરી કરતી વ્યક્તિઓને મતદાન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી છે.

જે કર્મચારીઓની અઠવાડિક રજા ચૂંટણીના દિવસે એટલે કે તા. 26-04-2026ના રોજ ન આવતી હોય, તેવા કર્મચારીઓ અને કામદારોને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે તેમની અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થા ચાલુ રાખીને તેના બદલે મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી યોગ્ય વ્યવસ્થા કરવી રહેશે

ઉપર જણાવેલ બાબત એવા કોઈપણ મતદારોને લાગુ નહીં પડે કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં તેની ગેરહાજરીને કારણે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય તેમ હોય અથવા તેની ગેરહાજરી વ્યાપક નુકશાનમાં પરિણમે તેમ હોય.. ઉપર જણાવેલ બાબત રોજમદાર, કેજ્યુઅલ કામદારોને પણ લાગુ પડશે. તેમ સરકારી શ્રમ અધિકારી, તાપી ડી.એસ.બલ્યા દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *