મતદાન જાગૃતિ માટે પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે

0
IMG-20260417-WA0002
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ 

વિદ્યાર્થીઓ રંગોળી અને ઇનોવેટિવ આર્ટ દ્વારા આપી રહ્યા છે મતદાન જાગૃતિનો સંદેશ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭ :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તા.૨૮મીએ મતદારો મોટા પ્રમાણમાં મતદાન કરીને લોકશાહીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં સર્જનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ મતદાનના મહત્ત્વ અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે.

આ અભિયાનના ભાગરૂપે શાળાઓમાં રંગોળી સ્પર્ધા, ઇનોવેટિવ આર્ટ તથા અન્ય પ્રવૃત્તિઓના આયોજન થકી વિદ્યાર્થીઓ પોતાના સર્જનાત્મક પ્રદર્શન દ્વારા મતદાનનું મહત્વ સમજાવી રહ્યા છે તેમજ પરિવારજનો અને સમાજને અચૂક મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *