મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓમાં ફિલ્મ નિદર્શન થકી લોકશાહીના મૂલ્યોનું સિંચન
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 17 :- તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મતદાનના મહત્ત્વ, લોકશાહીના મૂલ્યો અને નાગરિક ફરજ અંગે સંદેશો આપતી પ્રેરણાત્મક શોર્ટ મુવીનું નિદર્શન કરાયું હતું. ફિલ્મ મારફતે વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ વધે તેમજ તેઓ પોતાના પરિવારજનોને અચૂક મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
