સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ડો. આંબેડકર જ્યંતિ ઉજવાઇ

0
IMG-20260417-WA0004
Contact News Publisher

ડૉ. આંબેડકરના વિચારો આજે પણ સમાજને પ્રગતિ અને સમાનતાની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે : ડૉ. સ્મિત લેન્ડે 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીઓઈ ઉકાઈના હેડ ડો. સ્મિત લેન્ડે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકરના વિચારો આજે પણ સમાજને પ્રગતિ અને સમાનતાની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે ડો આંબેડકરે સમાજમાં સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. જે આજના યુગમાં પણ તેટલો જ અનિવાર્ય છે.

તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું કે શિક્ષણ દ્વારા સશક્ત સમાજનું ઘડતર અને વંચિત વર્ગોના ઉત્કર્ષ માટે કાર્ય કરવું અને સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવું તે સમયની માંગ છે. એજ્યુકેટ, ઓર્ગેનાઈઝ, એજિટેટના મંત્રને સમજાવતા તેમણે કહ્યું કે આ મંત્ર માત્ર પરિવર્તન લાવવાનો શક્તિશાળી માર્ગ સુત્ર નથી પરંતુ સમાજમાં સકારાત્મક નવાચાર લાવવા માટે જરૂરી છે. શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક્ક માટે લડતા રહો આ મંત્ર સમાજમાં સમાનતા અને હક્ક જાગૃતિ લાવવા માટે મહત્વનો સાબિત માટે થયો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *