181 અભયમ ટીમની મદદથી ઉમરા વિસ્તારમાં મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

181

181

Contact News Publisher

(કિરીટ રાણા દ્વારા, સુરત) : સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાગૃત નાગરિક દ્વારા કોલ પ્રાપ્ત થયો હતો. કોલમાં જાણ કરવામાં આવી હતી કે અલથાણ વિસ્તારમાં અંદાજે 35 વર્ષીય એક મહિલા ભટકતી હાલતમાં છે, તેઓ કોઈ સાથે વાતચીત કરી શકતા નથી અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે.

આ માહિતી મળતાં જ 181 અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પીડિત મહિલાની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિલા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, પરંતુ તેઓ પોતાનું પૂરું સરનામું આપી શકતા નહોતા. આસપાસની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે મહિલા નજીકના જ વિસ્તારમાં રહે છે.

ટીમ દ્વારા વધુ તપાસ કરી મહિલાના પતિનો સંપર્ક સાધવામાં આવ્યો અને ત્યારબાદ મહિલાની માતા સાથે મુલાકાત કરવામાં આવી. મહિલાની માતાએ માહિતી આપી કે મહિલાના પતિ કામકાજ માટે બહાર ગયા છે અને મહિલાના પાંચ બાળકો તેમની સાથે રહે છે. વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી અને તે કારણે તેઓ ઘરેથી બહાર નીકળી ગયા હતા.

મહિલાની માતા દ્વારા સરનામું આપવામાં આવતા 181 અભયમ ટીમ દ્વારા મહિલાને સલામત રીતે તેમના પિયર ખાતે પરિવારને સોંપવામાં આવી. ત્યારબાદ ટીમ દ્વારા પરિવારજનોનું અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પરિવારે જણાવ્યું કે મહિલાની માનસિક સ્થિતિ નબળી હોવાથી યોગ્ય સારવારની જરૂર છે.

ટીમ દ્વારા પરિવારને સમજ આપવામાં આવી કે મહિલાની યોગ્ય હોસ્પિટલમાં સારવાર કરાવવી, તેમની ખાસ કાળજી રાખવી અને તેમના પ્રત્યે સકારાત્મક અને સંવેદનશીલ વર્તન રાખવું જરૂરી છે. સાથે જ કાયદાકીય માર્ગદર્શન આપી મહિલાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની સમજ આપવામાં આવી. મહિલાના પતિને પણ પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવાની સૂચના આપવામાં આવી.

આ રીતે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સફળ કાઉન્સેલિંગ કરી મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું. અંતે પરિવારજનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other