કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન દેશી બનાવટ પિસ્ટલ (અગ્નિશસ્ત્ર) તથા ૪ નંગ જીવંત કારતુસ સાથે બેને સોનગઢ VSG ગેસ્ટ હાઉસ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)   : ગઈ કાલ તા.૨૬/૦૨/૨૦૨૬ થી આજરોજ તા.૨૭/૦૨/૨૦૨૬ સુધી કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં શ્રી એન.એસ. ચૌહાણ તેમજ શ્રી વી.કે. પટેલ, પોલીસ ઇન્સ્પેકટર તેમજ પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ તથા અ.હે.કો દશરથભાઇ ભુપતભાઇ તથા અ.પો.કો હરીશચંન્દ્ર પ્યારેલાલ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે વિસ્તારમાં આવેલ હોટલ/બાધા/ગેસ્ટ હાઉસની ચેકિંગની કામગીરી દરમ્યાન સોનગઢ નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસે ને.હા.નં. ૫૩ ની બાજુમાં આવેલ VSG ગેસ્ટ હાઉસ ચેક કરતાં VSG ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં એક સફેદ કલરની બ્રેઝા ગાડી શકાસ્પદ મળી આવેલ જેથી VSG ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા આ બ્રેઝા ગાડીવાળા ગેસ્ટ હાઉસના રૂમ નં.૩ માં ઉંઘેલ હોવાનું જણાવેલ. જેથી, આ ઇસમોનું નામ ભુપતભાઇ ગગજીભાઇ સાટીયા (ભરવાડ) ઉ.વ. ૩૩ ધંધો- પશુપાલન, રહે, ૨૩૪, દિવાળીબાનગર, વાલમનગરની બાજુમાં સિમાડાગામ, નાના વરાછા સુરત શહેર મુળ રહે. રાણપરી ગામ તા.બરવાળા જી.બોટાદ તથા બીજા ઇસમનું નામ મિલનભાઇ હિંમતભાઇ સરવૈયા ઉ.વ. ૨૭ ધંધો- હિરા ધસવાનો રહે હાલ- મહારાણા ચોક, ઉમિયાનગર, ઘર નંબર- ૨૦ ઘોડાદરા સુરત શહેર મુળ રહે ગારીયાધર જીવાણીશેરી, જૈન દેરાસર તા.ગારીયાધર જી.ભાવનગરને સાથે રાખી તેઓની શંકાસ્પદ કાળા કાચ વાળી બ્રેઝા ફોર વ્હીલમાં તપાસ કરતા દેશી હાથ બનાવટની પિસ્ટલની કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા કારતુસ નંગ-૪ કિ.રૂ. ૨૪૦/- ગેર કાયદેસર રીતે વગર પાસ પરમીટે પોતાના કબજામાં રાખી પકડાઈ ગયેલ હોય જેથી બ્રેઝા ગાડીની કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તેમજ લોખંડની લાકડી તથા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ- ૩ કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૫,૪૦,૨૪૦/- નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બન્ને ઈસમો તેમજ દેશી હાથ બનાવટની પિસ્ટલ આપનાર વિરૂધ્ધમાં સોનગઢ પો.સ્ટે.મા ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી. લિંબાચીયા  એસ.ઓ.જી. તાપી-વ્યારા કરી રહેલ છે.

પકડાયેલ આરોપી:-

1.    ભુપતભાઇ ગગજીભાઇ સાટીયા (ભરવાડ) ઉ.વ. ૩૩ ધંધો- પશુપાલન, રહે, ૨૩૪, દિવાળીબાનગર, વાલમનગરની બાજુમાં સિમાડાગામ, નાના વરાછા સુરત શહેર મુળ રહે. રાણપરી ગામ તા.બરવાળા જી.બોટાદ

2.     મિલનભાઇ હિંમતભાઇ સરવૈયા ઉ.વ. ૨૭ ધંધો- હિરા ધસવાનો રહે હાલ- મહારાણા ચોક, ઉમિયાનગર, ઘર નંબર- ૨૦ ઘોડાદરા સુરત શહેર મુળ રહે ગારીયાધર જીવાણીશેરી, જૈન દેરાસર તા.ગારીયાધર જી.ભાવનગર

પકડવાના બાકી આરોપી

1-    લાલાભાઇ કેશુભાઇ ભરવાડ રહે. ૩૫, ઉપલી કોઓની મોટા વરાછા સુરત. 

આરોપીનો ગુનાહિત ઈતિહાસ ;-

૧) ભુપતભાઇ ગગજીભાઇ સાટીયા નાઓ વિરૂધ્ધમાં સુરત (1) સરથાણા પોલીસ સ્ટેશન II ગુ.ર.નં. ૧૯૨/૨૦૧૪       

    ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૨૯૪(KH) ૧૧૪ મુજબ. (2) સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-   

     ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૦૦૪૭૭/૨૦૨૦ ઈ.પી.કો. કલમ;- ૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૩૨૩,૩૨૬,૫૦૪,૫૦૬(૨) મુજબ.

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત

1)     શ્રી એન.એસ. ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ

2)     શ્રી વી.કે. પટેલ.પોલીસ ઈન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન.

3)     અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.

4)  અ.પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ સોનગઢ પોલીસ સ્ટેશન.

5)     અ.પો.કો હરીશચંન્દ્ર પ્યારેલાલ સોનગઢ પોલીસ સ્ટેશન.

6)     અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.

7)     આ.પો.કો. ભેરાભાઈ ચાપાભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *