સુરત જિલ્લામાં VNSGU ના યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે આયોજિત વિજયસમારોહ-પર મોં યુવા મહોત્સવ -૨૦૨૫ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભા વિશેષ રીતે જોવા મળી. યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓના વિવિધ સંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી યુનિવર્સિટીના ગૌરવમાં વધારો કર્યો. ૫૧માં રાણી અહીંલ્યાદેવી યુવા મહોત્સવ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માઇમ સ્પર્ધામાં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગરબા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત સમાજશાસ્ત્ર વિભાગના એમ. એમ. ડબ્લ્યુ. પ્રોગ્રામની વિદ્યાથીનીએ ક્લાસિકલઇન્સ્ટયુમેન્ટ સ્પર્ધામાં જીત્યા સ્થાન મેળવી વિભાગનું નામ ઉજાગર કર્યું હતું. આ ઉપરાંત ૫૨માં રાણી અબબક્કા દેવી યુવા મહોત્સવમાં પણ સમાજશાસ્ત્ર વિભાગના એમ. એમ. ડબ્લ્યુ. અભ્યાસક્રમની વિદ્યાર્થીનીએ ક્લાસિકલ ઇન્સ્ટયુમેન્ટ સ્પર્ધામાં દ્રિતીય સ્થાન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી વિભાગને ગૌરવ અપાવ્યું છે. આ સમગ્ર સિદ્ધિ પાછળ વિભાગના અધ્યક્ષ ડો. એમ. એન. ગાયકવાડ સાહેબનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. સાથે જ વિભાગના અધ્યાપકો ડો. અરુણ પંડ્યા,ડો. મોસમ ત્રિવેદી,ડો. જીતેન્દ્ર વસાવા, ડો. દક્ષિતા પટેલ, ડો. ગોવિંદ બોરૈયા તેમજ પ્રા. પરેશ સાલવે દ્રારા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન,સલાહ અને પ્રોત્સાહન મળતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને રસમાં નોંધપાત્ર વધારો થયો છે. સમાજશાસ્ત્ર વિભાગના આ સિદ્ધિપ્રદ પ્રદર્શન બદલ સમગ્ર યુનિવર્સિટી પરિવારે વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શનઅધ્યાપકોને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
