રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરાયું : રૂ. ૭૧૨ લાખના ખર્ચે કુલ ૧૩.૧૩ કિ.મી.ના રસ્તાઓનું નવીનીકરણ

0
IMG-20251231-WA0007
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના વરદ હસ્તે સોનગઢ તાલુકામાં નવા રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામા આવ્યું હતું. સોનગઢ તાલુકાના ટીચકીયા, મોઘવાણ, ગાળકુવા, રૂપવાડા, રાણીઆંબા, ખોખસા, આંબા તથા હિરાવાડી ગામોમાં લોકોની લાંબા સમયની માંગણી ધ્યાનમાં રાખી રાજ્ય સરકારના પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ તાપીની પેટા વિભાગીય કચેરી સોનગઢ દ્વારા રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત મંજુર થયેલ રકમ રૂ. ૭૧૨.૦૦ લાખના ખર્ચે ૧૩.૧૩ કિ.મી. રસ્તાના કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

આ રસ્તાઓથી આશરે ૧૦૦૦૦ વસ્તીને સોનગઢ તાલુકા મથક તથા મુખ્ય જિલ્લા માર્ગ સાથેના જોડાણથી લાભ મળશે. તેમજ ગામના લોકોની સુવિધામાં વધારો થશે. આ રસ્તાઓ બન્યેથી સ્થાનિક ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે જેનાથી આર્થિક પ્રવૃતિઓમાં વધારો થશે. વિધાર્થીઓ અને દર્દીઓને શાળાઓ તથા હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. આ કામો દ્વારા નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક અને પ્રાદેશિક કનેકિટવિટી સુવિધામાં વધારો થશે. આ રસ્તોઓ ડામરકામ થવાથી ગામના વિદ્યાર્થીઓ, ખેડુતો, ગ્રામજનોને પડતી મુશ્કેલીમાંથી ખુબ જ રાહત થશે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other