રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતેથી નવીન ‘ગુર્જર નગરી’ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૨૭. :- રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત શનિવારે તાપી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ સોનગઢ બસ સ્ટેશન ખાતેથી મુસાફરોની સુવિધામાં વધારો કરતા નવનિર્મિત બસોનું લોકાર્પણ કર્યું હતું.
ઉકાઈથી અંબાજી રૂટ પર મુસાફરોની સવલત માટે બે નવીન ‘ગુર્જર નગરી’ બસો ફાળવવામાં આવી છે. જૂની બસોના સ્થાને હવે મુસાફરો આ બસોમાં આરામદાયક સફર કરી શકશે. મંત્રીશ્રીએ બસ સ્ટેશન પર મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેઓએ એસ.ટી. સ્ટાફ અને મુસાફરોને બસ સ્ટેશન તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા માટે પ્રેરક સંદેશ આપ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
