આર.ટી.ઓ કચેરીમાં વાહન અને લાઇસન્સ સબિંધત કામગીરી માટે ફરજીયાત ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ, તાપી): વ્યારા; મંગળવાર: ભારત સરકારશ્રીનાં આદેશ અને ગુજરાત સરકારશ્રીના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત વ્યારા -તાપી એ.આર.ટી.ઓ કચેરી નું કામકાજ તા. ૦૪/૦૬/૨૦૨૦ના રોજથી શરૂ કરવાનું નિયત કરાયેલ છે. જ્યાં લોકડાઉન પુર્ણ થયા બાદ લોકોની સલામતિ જળવાય અને આર.ટી.ઓની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સુચનાઓનું પાલનકરવા મોટરીંગ પબ્લિકને અનુરોધ કરવામાં આવે છે.

જે અંતર્ગત વાહન અને લાઇસન્સ સબિંધત કામગીરી માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ પધ્ધતિ ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી લાઇસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની એપોઈન્ટમેન્ટ તા.૨૧/૦૩/૨૦ થી તા.૦૩/૦૬/૨૦ દરિમયાન હોય તેઓએ ફરી ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જયાં તા.૦૪/૦૬/૨૦ કે ત્યારબાદને એપોઈન્ટમેન્ટ હોય તેઓએ ફરી વાર ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહીં.

અત્રે જણાવવાનું કે, અરજદારોના લર્નીંગ લાઇસન્સની સમયમર્યાદા તા. ૨૧/૦૩/૨૦ થી તા.૩૧/૦૭/૨૦ વચ્ચે પુર્ણ થયેલ હોઈ કે, થવામાં હોય તેવા અરજદારો તા.૩૧/૦૭/૨૦ સુધી ડ્રાઈવીંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહીં.

આ ઉપરાંત હાલ કેસલેશ પધ્ધતિ થી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં હોઈ, ત્યારે જે તે સેવા અરજદાર ઘર બેઠા મેળવે તે ઈચ્છ્નીય છે. આ સેવાઓ મેળવવા અરજદારે કચેરીએ રૂબરૂ આવવું જરૂરી નથી. પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને જવાનું રહેશે. R.M.A.-આંતર રાજ્ય વાહન માલિકી તબદીલ, R.C-કેંન્સલ , D.A-,પરત થયેલ આર.સી મેળવવા માટે ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ના હોય એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહી.

કોરોના મહામારીને ધ્યાને લેતાં અરજદાર આર.ટી.ઓ કચેરી પરિસરમાં એપોઈન્ટમેન્ટ પંદર મિનીટ અગાઉ અને એપોઈન્ટમેન્ટ લેટર, હાર્ડ કોપી કે સોફ્ટ કોપી માં રજુ કરીને જ પ્રવેશ મેળવી શક્શે. અત્રે નોંધનીય છે કે એપોઈન્ટમેન્ટ લેનાર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાં સાથે આવનાર અન્ય કોઈ વાલી કે વ્યક્તિને પ્રવેશ મેળવી શકશે નહીં.

H.S.R.P ફિટમેન્ટ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને બપોરનાં ૩:૦૦ કલાક બાદ જ આર.ટી.ઓ કચેરીએ આવવા અખબારી યાદીમાં જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *