ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળા કોબામાં પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કુદરત પ્રત્યે જાગૃતિ વધારવાનાં હેતુસર ગીર ફાઉન્ડેશન દ્વારા વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સંસ્થા દ્વારા બાળકોને નર્સરી ગાર્ડન અને ખેતી વિષયક વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ અવસરે બાળકોને સન્માનપત્ર વહેંચીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કાર્યક્રમ દરમિયાન વિશેષ માર્ગદર્શનરૂપે બાળકોને વૃક્ષોનું જતન તથા રક્ષણ, ખેતી અને બાગાયતી કાર્યમાં ઉપયોગી વિવિધ સાધનોની ઓળખ અને તેનો ઉપયોગ, બીજની સાચવણી તથા તેનાં રોપણની યોગ્ય પદ્ધતિ વિષયક પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
