વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે રાજ્ય કારોબારી બેઠક તથા રાજ્ય સરકારનાં માનનીય મંત્રીશ્રીઓનો સન્માન સમારોહ

0
IMG-20251218-WA0003
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી બેઠક ગૌરવસભર વાતાવરણમાં યોજાઈ. આ અવસરે રાજ્ય સરકારનાં માનનીય મંત્રીશ્રીઓનાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કારોબારી બેઠકમાં ગુજરાત રાજ્યનાં કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રાથમિક શિક્ષકસંઘ તરફથી બંને માનનીય મંત્રીશ્રીઓનું નોટબુક, શાલ, સ્મૃતિચિહ્ન તથા પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

સદર બેઠક દરમિયાન મંત્રીશ્રીઓએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવતા સંગઠનાત્મક, શિક્ષક હિતલક્ષી તથા શિક્ષણલક્ષી કાર્યોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી આદરણીય રીવાબા જાડેજાએ સંઘ શિક્ષકો માટે પરિવારની જેમ સતત ચિંતા રાખે છે અને સરકાર સાથે સકારાત્મક સંવાદ દ્વારા પ્રશ્નોનું સમાધાન લાવે છે તેમ કહી પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યશૈલીને બિરદાવી હતી. કેબિનેટ શિક્ષણમંત્રી આદરણીય શ્રી પ્રદ્યુમન વાજાએ શિક્ષણનાં હિતમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે ખભેખભા મિલાવી કાર્ય કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને રાજ્ય કારોબારી બેઠકને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કારોબારી સભામાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગુડકરેજી તથા જોઇન્ટ સેક્રેટરી ઠકરાનજી પણ વિશેષ રીતે પધાર્યા હતાં અને પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય કારોબારી સભ્યો, જિલ્લા સંઘનાં પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, રાજ્યસંઘનાં પ્રતિનિધિઓ તથા મહિલા હોદેદારોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. બેઠક અને સન્માન સમારોહ પ્રાથમિક શિક્ષણનાં વિકાસ તથા શિક્ષક હિત માટે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other